સરકાર દ્વારા અલગાવવાદી નેતાઓને આપવામાં આવેલી સુરક્ષાને પરત ખેંચી લેવામાં આવી
Live TV
-
ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન, મીર વાઈઝ ઉમર ફારૂક, શબ્બીર શાહ, હાશિમ કુરેશી, બિલાલ લોન, અબ્દુલ ગની બટનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પાંચ નેતાઓ અને ,અન્ય અલગાવવાદી નેતાઓને ,કોઈ પણ પ્રકારનું સુરક્ષા કવચ ,સરકાર દ્વારા આપવામાં આવશે નહીં.
પુલવામાં આતંકી હુમલાને અનુલક્ષીને, જમ્મુ-કાશ્મીર પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે. જેના અંતર્ગત ,સરકાર દ્વારા અલગાવવાદી નેતાઓને ,,આપવામાં આવેલી સુરક્ષાને ,પરત ખેંચી લેવામાં આવી છે. જેમાં ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન, મીર વાઈઝ ઉમર ફારૂક, શબ્બીર શાહ, હાશિમ કુરેશી, બિલાલ લોન, અબ્દુલ ગની બટનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પાંચ નેતાઓ અને ,અન્ય અલગાવવાદી નેતાઓને ,કોઈ પણ પ્રકારનું સુરક્ષા કવચ ,સરકાર દ્વારા આપવામાં આવશે નહીં. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા અલગાવવાદી નેતાઓની સુરક્ષા પરત લેવા અને સરકાર દ્વારા અપાતી ,તમામ સુવિધાઓ ,પરત ખેંચવાના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર, ભારતનું અભિન્ન અંગ છે અને તે રહેશે. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, દેશની જનતા દેશની વિરૂદ્ધ કામ કરનારા લોકોને ક્યારેય માફ નહીં કરે.
