જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં હિમસ્ખલનમાં ત્રણ જવાનો શહીદ
Live TV
-
એક જવાન લાપત્તા અને એક ઇજાગ્રસ્ત, ખરાબ હવામાન વચ્ચે પણ લાપતા સૈનિકને માટે શોધખોળ અભિયાન ચાલુ
જમ્મુ-કાશ્મીરમાં ધણી જગ્યાએ હિમસ્ખલન થવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. છેલ્લા 48 કલાકમાં બરફિલા તોફાનમાં ફસાયેલા 3 સૈનિક શહિદ થયા છે. જ્યારે એકની હાલત હજુ પણ ગંભીર છે. એક સૈનિક લાપત્તા છે. તેની શોધખોળ ચાલું છે. સોમવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપુરામાં હિમસ્ખલન થયું હતું, જેમાં ફસાયેલા ધણા લોકોને બચાવાયા હતાં. જાણકારી મળતા રાહત-બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બરફ વર્ષાના પગલે ઘણી જગ્યાએ સડક સંપર્ક તુટી ગયો છે. બરફવર્ષાથી બારામુલ્લા, બાંદીપુરામાં ધણા મકાનોને નુકશાન થયું છે
