માનવ સંશાધન મંત્રી : JNU ના વિદ્યાર્થીઓ દ્વારા સતત આંદોલન કરવું વ્યાજબી નથી
Live TV
-
માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયલ નિશાંકે કહ્યું કે જેએનયુ વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન ચાલુ રાખવું વ્યાજબી નથી, કારણ કે તેમના છાત્રાલય ફી વધારાના મુખ્ય મુદ્દાને પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
અનેક તબક્કાની ચર્ચાઓ પછી, જેએનયુ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને કહ્યું છે કે વિદ્યાર્થીઓના સેવાના ખર્ચ અને યુટિલિટી ચાર્જ માં વધારો કરવામાં નહીં આવે. આ વિદ્યાર્થીઓની મુખ્ય માંગ હતી. અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ શિયાળાની સત્ર માટે નોંધણી કરાવી ચૂક્યા છે.
મંત્રાલયે તમામ હોદ્દેદારો સાથે વાતચીત દ્વારા જેએનયુની સામાન્ય કામગીરીને પુન: સ્થાપિત કરવા અને વિવાદાસ્પદ મુદ્દાઓ પર યુનિવર્સિટી પ્રશાસનને સલાહ આપવા માટે એક ઉચ્ચ સમિતિની રચના કરી હતી. માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયલે કહ્યું કે યુનિવર્સિટીઓને રાજકીય ક્ષેત્રનો અડ્ડો ના બનવો જોઈએ અને વિદ્યાર્થીઓને પોતાનું આંદોલન બંધ કરવા અપીલ કરી હતી.
