જમ્મુ- કાશ્મીરની તમામ શાળાઓમાં ફરજિયાત રાષ્ટ્રગાન ગાવા માટેના આદેશ જાહેર
Live TV
-
શાળા શિક્ષા વિભાગના સચિવે એક સર્ક્યુલર જાહેર કરીને જણાવ્યું હતું કે, સવારની શાળાઓની શરૂઆત રાષ્ટ્રગાનથી થવી જોઈએ.
જમ્મુ- કાશ્મીરની તમામ શાળાઓમાં ફરજિયાત રાષ્ટ્રગાન ગાવા અંગેના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. શાળા શિક્ષા વિભાગના સચિવે એક સર્ક્યુલર જાહેર કરીને જણાવ્યું હતું કે, સવારની શાળાઓની શરૂઆત રાષ્ટ્રગાનથી થવી જોઈએ. સવારે આયોજિત થતા સત્ર અને સભા વિદ્યાર્થીઓમાં અનુશાસની ભાવના ઉભી કરવામાં મદદ કરે છે. તેમજ સવારના સેશનમાં વિશેષ મહેમાન આમંત્રિત કરીને વિદ્યાર્થીઓને ઉપયોગી વિષયો પર વકતવ્ય આપવા પર પણ ભાર મૂક્યો છે.
