Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણ હજુ પણ જારી

Live TV

X
  • 30 કલાકથી ઓપરેશન ચાલુ, છ જવાન થયા શહીદ , આતંકીઓ કરી રહ્યા છે લગાતાર ફાયરિંગ

    શ્રીનગરઃ CRPF કેમ્પમાં 32 કલાકથી ચાલી રહેલાં ઓપરેશનમાં સિક્યોરિટી ફોર્સને સફળતા મળી છે. મંગળવારે ફોર્સે એક આતંકીને ઠાર કર્યો છે. જ્યારે એક આતંકી છુપાયો હોવાની આશંકા છે. સોમવારે આતંકીઓએ CRPF કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવી દીધો હતો. ફાયરિંગમાં એક જવાન શહીદ થઈ ગયા હતા. આતંકી એક બિલ્ડિંગમાં છુપાયેલાં છે. કાશ્મીરમાં 3 દિવસમાં બે આતંકી હુમલાઓ થયાં. તો સુંજવાંમાં સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક જવાનનો મૃતદેહ મળ્યો છે. આ સાથે જ સુંજવાંમાં શહીદ થયેલાં જવાનોની સંખ્યા 6 પર પહોંચી છે. તો એક સિવિલિયનનું પણ મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે. ત્યારે આજે સુંજવાં હુમલામાં શહીદ થયેલાં જવાનના પરિવારને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી મળ્યાં હતા. તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિક્યોરિટી ફોર્સ દ્વારા જમ્મુના રાયપુરના ડોમાના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સર્ચ ઓપરેશનમાં સેનાના જવાનોની સાથે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply