શ્રીનગરના કરણનગરમાં અથડામણ, બે આતંકી ઠાર
Live TV
-
શ્રીનગરના કરણનગર વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં, બે આતંકી માર્યા ગયા છે. નિર્માણાધીન ઇમારતમાં કેટલાક આતંકવાદી છુપાયાની આશંકા વચ્ચે, શોધ અભિયાન હજી ચાલુ રહેશે.
શ્રીનગરના કરણનગર વિસ્તારમાં ચાલી રહેલી અથડામણમાં, બે આતંકી માર્યા ગયા છે. નિર્માણાધીન ઇમારતમાં કેટલાક આતંકવાદી છુપાયાની આશંકા વચ્ચે, શોધ અભિયાન હજી ચાલુ રહેશે. આ અથડામણમાં CRPFનો એક જવાન શહીદ થઈ ચૂક્યો છે. આ અગાઉ સુંજવાન સૈન્ય છાવણી પર થયેલા આતંકવાદી હુમલામાં વધુ એક સૈનિકનો મૃતદેહ મળતાં, મૃતકોની સંખ્યા વધીને સાત થઈ છે. સુંજવાન હુમલા પછી ભારતે પાકિસ્તાનને કડક સંદેશો આપ્યો છે. જમ્મુની મુલાકાતે પહોંચેલા સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું, કે શહીદ જવાનોની શહાદત નિષ્ફળ નહીં જાય, અને પાકિસ્તાને આ હુમલાની કિંમત ચુકવવી પડશે. ગૃહમંત્રી રાજનાથસિંહે પણ, નવી દિલ્હી ખાતે આંતરિક સુરક્ષાને મુદ્દે બેઠક યોજીને સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. તાજેતરમાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને, જમ્મુમાં આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.