જમ્મુ-કાશ્મીરમાં કરાઈ 73માં સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી
Live TV
-
શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી સમારંભમાં રાજ્યપાલ સત્યપાલ મલિક રહ્યા ઉપસ્થિત
સમગ્ર દેશની સાથે કદમ મિલાવતાં જમ્મુ-કાશ્મીરમાં પણ 73મા સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી થઈ રહી છે. લેહ અને લદાખમાં પણ સ્વતંત્રતા દિવસ પર્વની ઉત્સાહ ભેર ઉજવણી થઈ હતી. શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી સમારંભમાં રાજ્યપાલ સત્યપાલ મલિક ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ સત્યપાલ મલિકે ઐતિહાસિક પરેડનું નિરીક્ષણ કરીને તિરંગો લહેરાવ્યો ત્યારે રાજ્યના ટોચના પોલીસ અધિકારી, સૈન્ય અધિકારી અને વહીવટી અધિકારીઓ પણ હાજ રહ્યા હતા. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ થયું હતું. સમારંભમાં જમ્મુ-કાશ્મીરની જનતા પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી. તમામ જિલ્લા મથકે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ હતી. રાજ્યપાલ સત્યાપાલ મલિકે સમારંભને સંબોધતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સુરક્ષા દળો, આતંકવાદને માત આપવા સક્રિય છે. જોકે આતંકવાદીઓની ભરતી તેમ જ પથ્થરબાજીની ઘટનામાં ઘટાડો નોંધાયો છે. સરકાર જમ્મુ-કાશ્મીરના એકીકૃત વિકાસ માટે પ્રયાસ કરશે તેવી નેમ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં પાંચ નવી મેડિકલ કોલેજ શરૂ થશે.
