Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 73મા સ્વતંત્ર્ય દિવસ પર્વે લાલ કિલ્લા પરથી લહેરાવ્યો ત્રિરંગો

Live TV

X
  • લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ બીજી મુદત માટે શાસન સંભાળ્યાના 70 જ દિવસમાં લીધેલા પગલાંની જાણકારી આપતાં જનતાની ભાવિ આકાંક્ષાઓને વાચા આપી હતી

    આજે 73મા સ્વતંત્ર્ય દિવસ પર્વે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ બીજી મુદત માટે શાસન સંભાળ્યાના 70 જ દિવસમાં લીધેલા પગલાંની જાણકારી આપતાં જનતાની ભાવિ આકાંક્ષાઓને પણ વાચા આપી હતી અને જણાવ્યું હતું કે જે ક્યારે વીતેલા 70 વર્ષમાં નથી થયા તે કામો વર્તમાન સરકારે 70 દિવસમાં પૂરા કર્યા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે સરદાર પટેલનું સ્વપ્ન સાકાર થયું છે.

    આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વન નેશન વન ટેક્સનું સપનું સાકાર કરવા જીએસટીનો અમલ કરવામાં આવ્યો હતો. વન નેશન વન ગ્રીડ પછી દેશમાં હવે એક દેશ એક બંધારણ પણ સાકાર થઈ ચૂક્યું છે. હવે વન નેશન વન ઇલેકશનની દિશામાં દેશ આગળ વધશે સાથે જ તેમણે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા જળ જીવન મીશનની પણ માંડીને વાત કરી હતી. તો સૈન્ય સુધારાનું મહત્વ સમજાવતાં લશ્કરની ત્રણેય પાંખ એક સાથે આગળ વધે તે હેતુસર ચીફ ઓફ ડિફેન્સના નવા પદની શરૂઆત કરવાની પણ જાહેરાત કરી હતી.

    પ્રધાનમંત્રી મોદીએ મહાત્મા ગાંધીના જન્મદિવસની એકસો પચાસમાં વર્ષની થઈ રહેલી ઉજવણી અને આઝાદીના 75મા વર્ષની ઉજવણીમાં લોકોને લક્ષ્યાંકો સિદ્ધ કરવા સાથે ભાગ લેવા પણ અપીલ કરી હતી.વર્ષ 2014માં લાલ કિલ્લા પરથી સંબોધન કરતી વખતે સ્વચ્છતા મિશન તો વર્ષ 2019માં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંદેશો આપી દેશને પ્લાસ્ટિક મુક્ત કરવા હાંકલ કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply