જમ્મુ કાશ્મીરમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ત્રીજા તબક્કાનુ મતદાન
Live TV
-
જમ્મુ કાશ્મીરમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ત્રીજા તબક્કાનુ મતદાન ચાલી રહ્યું છે. જેમાં 33 મતદાન મથકો પર આજે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. આજના મતદાનમાં કાશ્મીરમાં 16 અને જમ્મુમાં 17 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ બેઠકો પર કુલ 305 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં સૌથી વધુ મહિલા ઉમેદવારો સામેલ છે. ત્રીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 7 લાખ 36 હજાર 648 મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન મથકો ઉપર કોઇ અનિચ્છનીય ઘટના ન બને, તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. સાત ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.