પીએમ મોદીએ સર્વદળીય બેઠકમાં કોરોના રસી મુદ્દે આપી મોટી માહિતી
Live TV
-
પીએમ મોદીએ સર્વદળીય બેઠકમાં સંબોધન કરતાં જણાવ્યુ કે, આવનારા અઠવાડિયાઓમાં દેશને કોરોના રસી મળી શકે છે. હાલ ટ્રાયલ ફેઝમાં રહેલ કોરોના રસીઓને વૈજ્ઞાનિકો મંજૂરી આપે પછી લોકોને કોરોના રસી અપાશે.
પીએમ મોદીએ સર્વદળીય બેઠકમાં સંબોધન કરતાં જણાવ્યુ કે, આવનારા અઠવાડિયાઓમાં દેશને કોરોના રસી મળી શકે છે. હાલ ટ્રાયલ ફેઝમાં રહેલ કોરોના રસીઓને વૈજ્ઞાનિકો મંજૂરી આપે પછી લોકોને કોરોના રસી અપાશે.
આજે દેશમાં કોરોના સ્થિતી પર સર્વદળીય બેઠક મળી હતી જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યુ હતુ. પીએમ મોદીએ જણાવ્યુ હતુ કે, રસી બનાવનાર બધી કંપનીઓ, સંસ્થાઓ સાથે ચર્ચા કરાઈ છે. હાલ દેશનમાં કુલ 8 કોરોના રસીઓ વિવિધ તબક્કામાં છે. આ રસીઓને વૈજ્ઞાનિકો મંજૂરી આપશે એવી તરત લોકોને આપવામાં આવશે.
પીએમ મોદીએ રસી કોને પહેલાં આપવી તેના વિશે માહિતી આપતાં જણાવ્યુ કે, હાલ આ મુદ્દે રાજ્યો સાથે ચર્ચા ચાલી રહી છે, જેમાં ફ્રંટલાઈન કોરોના વોરિયર જેવા કે આરોગ્ય કર્મચારીઓ, ડોક્ટરો, પોલીસ, ગંભીર બિમારીથી પીડાતા બુઝર્ગ વ્યક્તિઓને પહેલાં રસી આપવામાં આવશે. જે રસીઓને મંજૂરી મળશે તેનો ભાવ કેટલો રાખવો તેને લઈને પણ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
રસીકરણની વ્યવસ્થા અંગે જણાવતાં પીએમ મોદીએ જણાવ્યુ કે, રસીકરણ માટે એક સોફ્ટવેર તૈયાર કરાયુ છે જેમાં પુરતી રસીકરણનુ પુરતુ આયોજન કરાયુ છે. સાથે ભારતને રસીકરણ બહોળો અનુભવ પણ છે.
