હૈદરાબાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની ધમાકેદાર શરૂઆત
Live TV
-
ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીના પરિણામમાં ભાજપની ધમાકેદાર શરૂઆત-શરૂઆતી વલણમાં ભાજપે બહૂમતિનો આંકડો કર્યો પાર
દેશના સૌથી મોટા નગર નિગમોમાંથી એક ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીનું આજે પરિણામ છે, અને પરિણામના શરૂઆતી વલણમાં ભાજપ સૌથી આગળ ચાલી રહ્યું છે. 150 બેઠકોમાંથી ભાજપ 88 બેઠક પર આગળ છે.
જ્યારે બીજા નંબરે TRS 33 બેઠક અને ઓવૈસીની પાર્ટી AIMIM 17 બેઠક પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક પર આગળ ચાલી રહી છે. જેના કારણે ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે.
એક ડિસેમ્બરે તમામ બેઠક પર મતદાન યોજાયું હતું.અને 1 હજાર 122 ઉમેદવારોના ભાવી સીલ થયા હતા.આજે આ તમામ ઉમેદવારના ભાવીનો ફેંસલો સાંજ સુધીમાં થઈ જશે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ TRS, AIMIM સહિતની તમામ પાર્ટીઓએ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું.
ભાજપ તરફથી ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યુવા મોર્ચના અધ્યક્ષ તેજસ્વી સૂર્ય સહિતના અનેક નેતાઓએ સભાઓ ગજવી હતી. ગ્રેટર હૈદરાબાદ કોર્પોરેશનમાં હાલ TRSનું શાસન છે. 2016માં યોજાયેલી ચૂંટણીમાં TRSને 150માંથી 99 બેઠક મળી હતી. જ્યારે ભાજપના ફાળે માત્ર 3 બેઠક આવી હતી.
