જમ્મુ કાશ્મીરમાં સેનાએ બે અલગ-અલગ ઓપરેશનમાં કુલ 4 આતંકવાદીઓને કર્યા ઠાર
Live TV
-
જમ્મુ કાશ્મીરમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ બે અલગ-અલગ ઓપરેશનમાં કુલ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળે શોપિયાં એન્કાઉન્ટરમાં 2 આતંકીને ઠાર કર્યા છે. જ્યારે અન્ય 2 આતંકીને ત્રાલમાં ઠાર કર્યા છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકીઓ પાસેથી વિસ્ફોટક જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષાદળ દ્વારા એ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે.
