Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સિંગથી કચ્છમાં ગુરુદ્વારા લખપત સાહિબમાં ગુરુપર્વ સમારોહમાં કર્યું સંબોધન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કચ્છમાં ગુરુદ્વારા લખપત સાહિબ ખાતે ગુરૂ નાનક દેવજીનાં ગુરૂ પરબની ઉજવણી પ્રસંગે વીડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, ગુરૂનાનક દેવ સહિતના સદગુરૂઓએ દેશ અને ધર્મ માટે પોતાના પ્રાણની આહુતિ આપવામા પણ કોઈ સંકોચ કર્યો નથી. મહત્વપૂર્ણ છે કે, દર વર્ષે 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ગુજરાતની શીખ સંગત લખપત સાહિત ખાતે ગુરૂ નાનક દેવના ગુરૂપુરબની ઉજવણી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે, ગુરુ નાનક, તેમના પ્રવાસ દરમ્યાન દેવલખપત ખાતે રોકાયા હતા. તેમના પગના નિશાન ગુરૂદ્વારા લખપત સાહિબમાં રાખવામાં આવ્યા છે. જેમાં ગુરુમુખી હસ્તપ્રતો, પાલખી, લાકડાના ચપ્પલ જેવી ચીજ-વસ્તુઓનો સમાવેશ થાય છે. 

    વર્ષ 2001 ના ભૂકંપ દરમિયાન ગુરુદ્વારાને નુકસાન થયું હતું. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નુકસાનીનું સમારકામ સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પ્રયાસો હાથ ધર્યા હતા. આ પગલાથી પ્રધાનમંત્રીની શ્રદ્ધા પ્રત્યે ઊંડો આદર દેખાય છે, જે ગુરુ નાનક દેવજીના 550 મા પ્રકાશ પુરબની ઉજવણી, ગુરુ ગોવિંદ સિંહજીના 350 મા પ્રકાશ પુરબ અને ગુરુના 400 મા તેગ બહાદુરજી પ્રકાશ પુરબ સહિત અનેક તાજેતરના પ્રયાસોમાં પણ પ્રતિબિંબિત થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply