જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય કેમ્પ પર હુમલામાં 3 આંતકવાદી ઠાર
Live TV
-
જમ્મુના સુંજવા આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલા બાદ, સેનાએ જવાબી કાર્યવાહી કરીને 3 આતંકીને ઠાર કર્યા છે. જો કે આ ઓપરેશનમાં સેનાના 5 જવાન શહીદ થયા જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.
જમ્મુના સુંજવા આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલા બાદ, સેનાએ જવાબી કાર્યવાહી કરીને 3 આતંકીને ઠાર કર્યા હતા. જો કે આ ઓપરેશનમાં સેનાના 5 જવાન શહીદ થયા હતા, અને 10 લોકો ઘાયલ થયા હતા. સેનાએ આ હુમલામાં જૈશે-મહંમદના આતંકીઓ સામિલ હોવાની પુષ્ટી કરી છે. ઓપરેશનની જાણકારી આપતાં સેનાના પ્રવક્તાએ જણાવ્યું, કે સેનાના ઓપરેશનમાં 3 આતંકીને ઠાર કરી દેવામાં આવ્યા છે, અને તેમની પાસેથી AK- 56 રાઈફલ, ગ્રેનેડ અને મોટી માત્રામાં ગોળા બારૂદ જપ્ત કરવામાં આવ્યો છે. સૈન્ય પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, હુમલામાં 10 અન્ય લોકો પણ ઘાયલ થયા છે, જેમાં 5 મહિલા અને બાળકો પણ સામેલ છે. ઘાયલોમાં બે લોકોની હાલત ગંભીર છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગૃહ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું, કે આતંકી હુમલો નિંદનીય છે, પરંતુ ભારતીય સેના જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે.