જમ્મુ-કાશ્મીરમાં હાલત સામાન્ય, પાકિસ્તાન પર ફૂટ્યો લોકોનો ગુસ્સો
Live TV
-
અનુચ્છેદ હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરની ઘાટીમાં જનજીવન સામાન્ય થતું જાય છે. મોટાભાગના પ્રતિબંધ દૂર કરાયાં છે.
જમ્મુ-કાશ્મીરમાં એક બાજુ વાતાવરણ ઉત્તમ થતું જાય છે તો બીજી બાજુ પાકિસ્તાનની હરકતો જોતા સુરક્ષાદળો કોઈ જ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના બંદોબસ્તમાં છે. અનુચ્છેદ હટાવ્યા પછી જમ્મુ કાશ્મીરની ઘાટીમાં જનજીવન સામાન્ય થતું જાય છે. મોટાભાગના પ્રતિબંધ દૂર કરાયાં છે.
90 ટકાથી વધારે વિસ્તારમાં દિવસના સમયે કોઈ જ પ્રકારના પ્રતિબંધ નથી. ઘાટીમાં મોટાભાગની લેન્ડલાઈન સેવાઓ શરુ થઈ ચૂકી છે. આ દરમિયાન એવી કહાનીઓ પણ સામે આવી છે જે ભારતીય સુરક્ષાદળના માનવીય ચહેરાઓ એકબાજુ બતાવે છે તો બીજી બાજુ પાકિસ્તાનના આતંકને પણ દર્શાવે છે.
ઘાટીમાં દૂર રહેતી એક નાની બાળકીને સાપે દંશ માર્યો. જેના કારણે બાળકીને સ્થાનીક હોસ્પિટલે શ્રીનગરની મોટી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી હતી. જ્યારે આ બાળકીની સારવારમાં મુશ્કેલી આવી તો શ્રીનગર સેના હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં સેનાના ડોક્ટર્સે બાળકીને નવી જિંદગી આપી હતી.
બીજી બાજુ ગુરેજ સેક્ટરન જગલી ગામમં એલઓસી પાસેના આ ગામમાં કેટલાક ઘરોને પાકિસ્તાની ગોળીબારમાં નષ્ટ થયાં. આ બધાં વચ્ચે જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટની નેતા શહલા રશીદ પર દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ઘાટીમાં સુરક્ષાદળોને લઈ અફવા ફેલાવવાનો આરોપ છે.