જમ્મુ-કાશ્મીરમાં 18મી સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે
Live TV
-
પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકોમાં મતદાન થશે, 27 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્રો ભરવામાં આવશે
જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. પ્રથમ તબક્કામાં 7 જિલ્લાની 24 વિધાનસભા બેઠકોમાં મતદાન થશે. પ્રથમ તબક્કા માટે 27 ઓગસ્ટ સુધી ઉમેદવારીપત્રો ભરવામાં આવશે. 28મીએ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને 30મી ઓગસ્ટ સુધી નામાંકન પરત ખેંચી શકાશે. પ્રથમ તબક્કામાં અનંતનાગ, ડોરૂ, શોપિયાં , કુલગામ,રામબન જેવીબેઠકો પર મતદાન થશે. જમ્મુ- કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે નેશનલ કોન્ફરન્સે ચૂંટણી ઢંઢેરો બહાર પાડયો હતો. જેમાં જમ્મુ કાશ્મીર પુન:ગર્ઠન અધિનિયમ અંગે ફરીથી કરવાની વાત જણાવી હતી. આ ઢંઢેરા અંગે ભાજપે પ્રતિક્રિયા આપી હતી.
