કોલકાતામાં મહિલા ડૉક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યા કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
Live TV
-
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 3 સદસ્યોની પીઠ સુનાવણી કરશે, કોલકાતામાં 10 દિવસથી ચાલી રહેલી હડતાળ યથાવત્, ગત મોડી રાત્રે પશ્ચિમ બંગાળન રાજયપાલ પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા દિલ્હી પહોંચ્યા
કોલકાતામાં મહિલા ડૉક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં સુપ્રીમ કોર્ટે સ્વત સંજ્ઞાન લીધુ છે. આજે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 3 સદસ્યોની પીઠ સુનાવણી કરશે. તેમજ કોલકત્તામાં 10 દિવસથી ચાલી રહેલી હડતાળ યથાવત્ છે. ગત મોડી રાત્રે પશ્ચિમ બંગાળના રાજયપાલ સીવી આનંદ ઘોષ પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા માટે દિલ્હી પહોંચ્યા છે. આ ઘટના મામલે ચાલી રહેલી સીબીઆઈની તપાસમાં સીબીઆઇએ હાઈકોર્ટ પાસે આરોપી સંજય રોયનો પોલિગ્રાફિ ટેસ્ટ કરવાની મંજૂરી માંગતા કોર્ટે આ અંગેની મંજૂરી આપી હતી. તેમજ પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પૂછપરછ પણ કરી છે. આ ઘટનામાં તબીબી જગતના ઉગ્ર પ્રત્યાઘાત બાદ કેન્દ્ર સરકારે સરકારી હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થામાં 25 ટકા વધારો કરવાના નિર્દેશ જાહેર કર્યા છે. તેમજ હોસ્પિટલની સુરક્ષા અને સુવિધાઓના પાસાઓનો વિચાર કરવા માટે પણ સમિતિમાં ચર્ચા કરવામાં આવશે. જ્યારે કોલકાતામાં આરજી કર હોસ્પિટલમાં સામે આવેલી નાણાકીય ગરબડના મુ્દે SITનું ગઠન કરતા આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે એવા આરોપ છે કે આ ઘટનામાં પ. બંગાળ સરકાર દ્વારા પ્રિન્સીપાલને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.
