જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં દેશના અન્ય રાજ્યોની જેમ ત્રીસ્તરીય પંચાયતી વ્યવસ્થા લાગુ કરવા માટે મંજુરી આપવામાં આવી
Live TV
-
જમ્મુ કાશ્મીર સંદર્ભે મોદી સરકારે વધુ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જેમાં પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં દેશના અન્ય રાજ્યોની જેમ ત્રીસ્તરીય પંચાયતી વ્યવસ્થા લાગુ કરવા માટે મંજુરી આપવામાં આવી છે. એ સાથે જ જમ્મુ કાશ્મીરમાં જીલ્લા પંચાયતની ચુંટણી કરવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. જમ્મુ કાશ્મીરમાં પહેલી વાર જીલ્લા વિકાસ પરિષદની રચના થશે. કલમ 370 હટ્યા બાદ પહેલી વખત ગ્રામીણ વિકાસની ચાવી સીધા સામાન્ય નાગરિકોના હાથમાં આવી છે. પ્રદેશમાં ત્રીસ્તરીય પંચાયતી વ્યવસ્થા અમલમાં આવતા સામાન્ય નાગરિકોને વધુ હકો મળશે અને સત્તામાં તેમની સીધી ભાગીદારી પણ થશે. ઉલ્લેખનીય છે કે 2018માં નવેમ્બર ડીસેમ્બરમાં પંચાયત ચુંટણી બાદ પહેલી વાર બ્લોક વિકાસ પરિષદો અસ્તિત્વમાં આવી હતી. હવે અંતિમ તબક્કામાં જીલ્લા વિકાસ પરીષદોની રચના થશે.