વિશાખાપટ્ટનમ: સ્વદેશી જંગી યુદ્ધ જહાજ INS કવરત્તી ઈન્ડિયન નેવીમાં થયું સામેલ
Live TV
-
યુદ્ધ જહાજ INS કવરત્તી આજે ભારતીય નૌસૈનામાં સામેલ કરાયું છે. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુન્દ નરવણે તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં INS કવરત્તીને નૌસૈનામાં સામેલ કરાતા સેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ યુદ્ધ જહાજ પ્રોજેક્ટ 28 અંતર્ગત ચાર સ્વદેશી એન્ટી સબમરીન વોરફેરનું અંતિમ જહાજ છે. શક્તિશાળી એન્ટી સબમરીન વોરફેર જહાજ INS કવરત્તી ભારતીય નૌસેનાના ડીઝાઇન વિભાગ દ્વારા ડીઝાઇન કરવામાં આવ્યું છે. ગાર્ડન રીજ શીપ બિલ્ડર્સ એન્ડ એન્જીનીયર્સ, કોલકાતા દ્વારા બનાવવામાં આવ્યું છે. તેમાં 90% સ્વદેશી સામગ્રી વાપરવામાં આવી છે. તેમાં આધુનિક હથિયાર તથા સેન્સર લગાવવામાં આવ્યા છે જે સબમરીન ને શોધીને હુમલો કરી શકે છે. એન્ટી સબમરીન હોવા ઉપરાંત તે વિશ્વસનીય રીતે લાંબી મુસાફરી પણ ખેડી શકે છે. કોરોના કાળમાં લગાવેલા પ્રતિબંધોનું પાલન કરવા છતાં આ જહાજ નૌસેનામાં સમયસર સામેલ કરવું એ મોટી સિદ્ધિ સમાન છે.