Skip to main content
Settings Settings for Dark

જમ્મુ- કાશ્મીર: જિલ્લા પરિષદ ચૂંટણીના આજે પરિણામો આજે જાહેર

Live TV

X
  • જમ્મુ કાશ્મીર જિલ્લા પરિષદની ચૂંટણીનું આઠ તબક્કામાં મતદાન થાયુ હતું અને ગઈકાલે આ મતદાનની મતગણતરીની શરુ થઇ હતી. અત્યાર સુધીમાં 280 પૈકી 276 બેઠકોના પરિણામ આવી ચુક્યા છે. જેમાં પહેલી વાર સ્થાનિક ચૂંટણીમાં ભાગ લેતા ભાજપે 74 બેઠકો પર વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં કાશ્મીરના પક્ષોના ગુપકાર ગઠબંધન અને ભાજપ વચ્ચે ટક્કર.

    કલમ 370 હટાવ્યા બાદ પહેલી વાર જમ્મૂ કાશ્મીરની જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીનું આયોજન થયું હતું. આઠ તબક્કામાં 280 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં લોકોએ પોતાના માટે આપ્યા હતા. 280 બેઠકો પર થયેલી આ ચૂંટણીની ગઈકાલે મતગણતરી કરવામાં આવી હતી. આજે સવારે 11 વાગ્યા સુધી થયેલી મતગણતરીમાં 280 પૈકી 276 બેઠકોનું પરિણામ આવી ગયું છે. આ પરિણામ અનુસાર ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 74 બેઠકો પર વિજય મેળવ્યો છે. તો જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સે 67 બેઠકો પર કબજો કર્યો છે. અપક્ષ ઉમેદવારોએ 49 બેઠકો, તો મહેબૂબા મુફ્તીના પક્ષ પીડીપીએ 27 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસે 26 બેઠક, તો જમ્મુ કાશ્મીર અપની પાર્ટીએ 12 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે. પેન્થર પાર્ટીએ પણ બે બેઠક પર જીત મેળવી છે. જમ્મુ - કાશ્મીરની સ્થાનિક ચૂંટણીમાં ભાજપે પહેલીવાર ખાતું ખોલ્યું છે. જમ્મુ કાશ્મીર ડીડીસી ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યાની ઘટનાને ભાજપે લોકશાહીના વિજય રૂપે મુલવી છે. ભાજપના ડીડીસી ચૂંટણી પ્રભારી અનુરાગ ઠાકુરે કહ્યું કે પંચાયત, બીડીસી અને ડીડીસીની ચૂંટણીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું સાકાર થઇ રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply