Skip to main content
Settings Settings for Dark

ફેબ્રુઆરી-2021ની CBSE બોર્ડની પરીક્ષા મોકૂફ; નવી તારીખો થશે જાહેર

Live TV

X
  • કોરોના લીધે જયારે સ્કૂલ કોલેજો બંધ હતી ત્યારે વિદ્યાર્થીઓના ભણતરમાં ઘણા ફેરફારો આવ્યા હતા. લગભગ શાળાઓમાં ઓનલાઇન માધ્યમથી ભણતર પૂરું પાડવામાં આવે છે. ત્યારે વર્ષ 2021ના ફેબ્રુઆરી મહિનામાં સેન્ટરલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ) દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧રના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા લેવામાં આવવાની હતી. કોરોના વાઇરસની બીજી લહેરમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે આ જાહેરાત કરતા કહયું કે કોવિડ રોગચાળાના પગલે સઘન ચર્ચા વિચારણા બાદ સરકારે ફેબ્રુઆરીમાં સીબીએસઇ- બોર્ડ પરીક્ષા નહી લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહયું કે પરીક્ષા માટેની નવી તારીખો ટુંક સમયમાં જાહેર કરાશે. બોર્ડ પરીક્ષાઓ માટે દેશભરના અધ્યાપકો સાથે વીડીયો માધ્યમથી સંવાદ કરતા પોખરીયાલએ આ મુજબ જણાવ્યું હતું. સાથે જ એ પણ જણાવ્યું હતું કે ધોરણ-૧૦ અને ૧ર સીબીએસઇ પરીક્ષાઓ મલતવી રાખવા અંગે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું સમર્થન મળ્યુ છે અને સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કર્યો છે. ધોરણ-૯ માં વ્યાવસાયીક શિક્ષણ અંગેના સુચન પર નિશંકે કહયું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતી ર૦ર૦ અમલી થયા બાદ બે લાખ ૮૦ હજારથી વધુ માધ્યમીક સ્કુલો, ૪૦ હજાર જેટલી કોલેજો તથા એક હજારથી વધુ વિશ્વ વિદ્યાલયો, વ્યાવસાયિક શિક્ષણ આપી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply