Skip to main content
Settings Settings for Dark

પીએમએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને તેમની જન્મ જયંતિ નિમિત્તે ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહજીને તેમની જન્મ જયંતિ નિમિત્તે નમ્ર શ્રદ્ધાંજલિ. તેઓ જીવનભર ગામો અને ખેડૂતોના વિકાસ માટે સમર્પિત રહ્યા, જેના માટે તેમનું હંમેશા સ્મરણ કરવામાં આવશે."
    આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ચૌધરી ચરણસિંહથી પ્રેરિત છે અને ખેડુતોને દુ:ખ નહીં થવા દે.
    ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચરણસીંઘ ચૌધરી દેશના સૌથી આદરણીય ખેડૂત નેતાઓમાં અગ્રેસર હતા. ચૌધરી સાહેબે આજીવન ખેડુતોની સમસ્યાઓનો અવાજ આપવાનું ચાલુ રાખ્યું અને તેમના કલ્યાણ માટે કામ કર્યું અને દેશ તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે.
    સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષી અને કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલના અધ્યક્ષ સ્થાને આજે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં પૂર્વ પ્રધાનમંત્રીના ફોટા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. 5માં પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની જન્મજયંતિ નિમિત્તે 23 ડિસેમ્બરએ કિસાન દિવસ અથવા ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply