જમ્મુ-કાશ્મીર : પંચાયત પેટા ચૂંટણી સુરક્ષા કારણોથી સ્થગિત
Live TV
-
આ પેટાચૂંટણી 5થી 20 માર્ચ વચ્ચે આઠ તબક્કામાં યોજાવાની હતી
જમ્મુ-કાશ્મીરમાં પંચાયત પેટાચૂંટણી સુરક્ષા મુદ્દો અને ક્ષેત્રીય રાજકીય પક્ષોની અનિચ્છાના કારણે સ્થગિત કરી દીધી છે..આ પેટાચૂંટણી 5થી 20 માર્ચ વચ્ચે આઠ તબક્કામાં યોજાવાની હતી..જો કે નવા કાર્યક્રમની હજુ સુધી જાહેરાત નથી થઈ..મહત્વનું છે કે ગૃહ મંત્રાલયથી મળેલી સુરક્ષાની સલાહને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર ચૂંટણી પંચે આ પેટાચૂંટણીને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે...
આ પહેલા જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી શૈલેન્દ્ર કુમારે જમ્મુમાં રાજકીય પક્ષો સાથે બેઠક કરી અને તેમની ચિંતાઓને સાંભળી હતી...
