આજે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ દિવસ મનાવાઈ રહ્યો છે
Live TV
-
આજે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ દિવસ મનાવવામાં આવી રહ્યો છે...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 ફેબ્રુઆરી 2015ના દિવસે રાજસ્થાનના સૂરતગઢમાં મૃદા સ્વાસ્થ્ય કાર્ડની યોજનાની શરૂઆત કરવામાં આવી હતી..
આ યોજનાનો ઉદ્દેશ્ય પ્રત્યેક બે વર્ષમાં ખેડૂતોને મૃદા સ્વાસ્થ્ય કાર્ડ જારી કરવાનો છે, જેથી માટીની પોષક ખામીઓને દૂર કરવાનો ઉપાય કરવામાં આવી શકે..આ યોજના ઉપજ વધારીને ખેડૂતોની વધારે આવક સુનિશ્ચિત કરે છે અને સાથે જ ટકાઉ ખેતીને પણ પ્રોત્સાહન આપે છે..
આ યોજનાનો શુભારંભ કરતી વેળા PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેડૂતોને માટીના આરોગ્યની જાણકારી હોવી જોઈએ..તેમણે કહ્યું હતું કે જો માટી જ આરોગ્યપ્રદ નહીં હોય તો, કૃષિ ઉત્પાદન નહીં વધે..
2015થી 2017 સુધી પ્રથમ તબક્કામાં 10 કરોડ 74 લાખ અને 2017થી 2019ના બીજા તબક્કામાં 11 કરોડ 74 લાખ મૃદા સ્વાસ્થ્ય કાર્ડ ખેડૂતો માટે જારી કરવામાં આવ્યા છે..સરકારે મૃદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના પર 700 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે..
