રામ મંદિર ટ્રસ્ટની આજે પહેલી બેઠક, મંદિર નિર્માણની તારીખ પર થશે ચર્ચા
Live TV
-
આજે રામ મંદિર ટ્રસ્ટની પહેલી બેઠક યોજાશે. જેમાં મંદિર નિર્માણનો સમય અને તારીખ નક્કી કરાશે. રામ મંદિર નિર્માણ માટે સરકારે ટ્રસ્ટની રચના કરી છે. આ બેઠક દિલ્હી સ્થિત વકીલ કે.પરાસરણના નિવાસ સ્થાને યોજવામાં આવશે.
બેઠકમાં ટ્રસ્ટના હોદ્દેદારોની નિમણૂંક પણ કરવામાં આવી શકે છે. રામ મંદિર નિર્માણ માટેના આ ટ્રસ્ટને, 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' નામ આપવામાં આવ્યું છે, જે મંદિરના મેનેજમેન્ટ સહિતની જવાબદારી સંભાળશે. ટ્રસ્ટની પહેલી બેઠકમાં રામ મંદિર નિર્માણનું કામ ક્યારે શરૂ કરવું અને કેટલા સમયગાળામાં પુરુ કરવું એ સહિતના મુદ્દે ચર્ચા કરાશે.
