ખેડૂતો માટે મહત્વનો નિર્ણય: પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને બનાવાઈ સ્વૈચ્છિક
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકના નિર્ણયો અંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સ્વૈચ્છિક કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પૂર્વોત્તર રાજ્યોની વિશેષ સહાયતા માટે ત્યાંના ખેડૂતોની વિમા હપ્તાનો 90 ટકા હિસ્સો કેન્દ્ર સરકાર ભોગવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 10હજાર નવા કૃષિ ઉત્પાદન સંગઠનોની સ્થાપના કરવામાં આવશે.
જેનાથી દોઢ લાખ રોજગારીના અવસર ઉપલબ્ધ થશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું , કે 15 અરબ રૂપિયાના ભંડોળ સાથે સ્થાપિક કરવામાં આવનાર ,, આ સંગઠન , મોટા ભાગે જન જાતિય જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે શ્વેત ક્રાંતિને પ્રોત્સાહન આપવા માટે ડેરી ક્ષેત્ર સાથે જોડાયેલ 95 લાખ ખેડૂતોના લોનના દરમાં અઢી ટકાની છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું , કે સરકાર સ્વચ્છ ભારત મિશનનુ બીજુ ચરણ શરૂ કરશે. તો મંત્રીમંડળે 22મા કાયદા પંચના ગઠનની મંજુરી આપી દીધી છે.
સરકારે અમદાવાદની પ્રસિદ્ધ સંસ્થા ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્પેસ એપ્લીકેશન સેન્ટરને નેશનલ ઈન્સ્ટિટ્યુટનો દરજ્જો આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ઈન્સ્ટિટ્યુટ હવેથી રાષ્ટ્રીય સંસ્થા તરીકે કામ કરશે. જેનો દરેકને લાભ મળશે અને તેનો વ્યાપ પણ વધશે. આજની બેઠકમાં વિમેન્સ રિપ્રોડક્ટીવ રાઈટ્સ બિલ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
