રામ જન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા મહંત નૃત્ય ગોપાલ દાસ
Live TV
-
રામ જનમભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠકમાં મહંત નૃત્યુ ગોપાલ દાસને અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો..ચંપત રાય હશે મહાસચિવ, નૃપેન્દ્ર મિશ્રા હશે રામ જન્મભૂમિ નિર્માણ સમિતિના અધ્યક્ષ..
કેન્દ્ર સરકાર દ્વારા ગઠિત રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક બુધવારે નવી દિલ્હીમાં મળી હતી. બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે મંદિર નિર્માણ માટે એક સમિતિ બનાવવામાં આવશે. જેના પ્રમુખ પ્રધાનમંત્રી મોદીના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રા હશે. બેઠકમાં મહંત નૃત્ય ગોપાલ દાસને ન્યાસના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદના ચંપત રાયને ટ્રસ્ટના મહામંત્રી બનાવ્યા છે. નૃપેન્દ્ર મિશ્રા નિર્માણ સમિતિના ચેરમેન અને ગોવિંદ દેવગિરીને કોષાધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે. ટ્રસ્ટની અયોધ્યા બેઠકમાં મંદિર નિર્માણની તારીખ નક્કી કરવામાં આવશે. ભવન નિર્માણ સમિતિ બધા પ્રશાસનિક અને અન્ય કાર્યો માટે વિશેષજ્ઞો સાથે મળીને નિર્ણય કરશે
