જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં ત્રણ આતંકી ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર કર્યા..ત્રણેય આતંકીઓની ઓળખાણ થઈ
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે..ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળોએ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા..જાણકારી પ્રમાણે મંગળવારે મોડી રાતે પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં 42 RR, CRPFની 180મી બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસનું સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે..સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ, જેમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા..સુરક્ષાદળોએ ત્રણેય આતંકીઓની લાશને કબ્જામાં લીધી..ઠાર કરાયેલા આતંકીઓ પાસેથી એક AK-47, 1 AK-56, 1 પિસ્તોલ અને બે હાથગોળા જપ્ત કરવામાં આવ્યા..ઠાર કરાયેલા આતંકીઓની ઓળખાણ કરી લેવામાં આવી છે..
