Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીર માટે અનુચ્છેદ 370 દૂર કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે યથાવત રાખ્યો

Live TV

X
  • સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીર અનુચ્છેદ 370 કલમને દૂર કરી હતી. સાથે જ રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદાખ એમ બે ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. કેન્દ્રના આ નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેને તપાસીને કોર્ટે આ સુનાવણી મોકૂફ રાખી હતી. અનુચ્છેદ 370ને દૂર કરવાના 4 વર્ષ 4 મહિના અને 6 દિવસ પછી આજે સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ સંજય કિશન કૌલ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ બી. આર. ગવઈ અને ન્યાયાધીશ સૂર્યકાંતની બેન્ચે ચુકાદો સંભળાયો છે.

    ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે ટાંક્યું છે કે રાષ્ટ્રપતિને અનુચ્છેદ 370 હટાવવાનો હક છે. અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે યોગ્ય છે. જમ્મુ કાશ્મીરને ઝડપથી રાજ્યનો દરજ્જો મળે. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.  370 એક અસ્થાયી કલમ હતી. કેન્દ્ર સરકારનો નિર્ણય સંવિધાનના દાયરામાં, નિર્ણય પર સવાલ કરવો ઉચિત નથી, 5 ઓગસ્ટ 2019ના રોજ લેવાયેલો કેન્દ્ર સરકારનો નિર્ણય યોગ્ય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply