Skip to main content
Settings Settings for Dark

ભારત માટે આ યોગ્ય સમય છે યુવાનોએ આ અમૃત કાળનો ઉપયોગ વિકસિત ભારત માટે કરવો જોઈએ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી એ વિકસિત ભારત @2047: વોઈસ ઓફ યુથ પહેલનો વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા શુભારંભ કરાવ્યો. આ પહેલનો ઉદ્દેશ્ય વિકસિત ભારતના દૃષ્ટિકોણ અંગે વિચાર રજૂ કરવા યુવાનોને મંચ ઉપલબ્ધ કરાવવાનો છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ભારત માટે આ યોગ્ય સમય છે અને યુવાનોએ આ અમૃત કાળનો ઉપયોગ વિકસિત ભારત માટે કરવો જોઈએ. વિડીયો કોન્ફરન્સ દ્વારા ‘વિકસિત ભારત @2047: વોઈસ ઓફ યુથ’નું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના ઈતિહાસમાં આ સમયગાળો છે જ્યારે દેશ હરણફાળ ભરી રહ્યો છે. તેમણે યુવાનોને વિકસિત ભારત માટે કામ કરવા અને આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને તેમના લક્ષ્યો અને સંકલ્પો નક્કી કરવા વિનંતી કરી.

    પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પો માટે આજનો દિવસ મુખ્ય છે. વ્યક્તિ નિર્માણથી જ રાષ્ટ્ર નિર્માણ થશે. એવો સંકલ્પ લઈએ કે જે પણ કરીશું તે વિસક્તિ ભારત માટે કરીશું. ભારતના યુવાનો પર વિશ્વની નજર છે. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં રાજભવન ખાતે આયોજિત વર્કશોપમાં યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંસ્થાઓના વડાઓ અને ફેકલ્ટી સભ્યોને પણ સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ખાસ કરીને યુવાનોને દેશને વિકસિત ભારત બનાવવા માટે હંમેશા ધ્યાન રાખવાનું આહ્વાન કર્યું હતું. 

    પ્રધાનમંત્રીએ શિક્ષણવિદોને અમૃતકાળ પેઢી તૈયાર કરવા વિનંતી કરી જે ભવિષ્યમાં દેશને નેતૃત્વ પ્રદાન કરી શકે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply