મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આજે સાંજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક મળશે
Live TV
-
મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આજે સાંજે ભારતીયા જનતા પાર્ટીના ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં રાજ્યના અગામી મુખ્યમંત્રીનું નામ નક્કી કરવામાં આવશે. ધારાસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય નિરિક્ષક અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પછાત વર્ગના મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ કે લક્ષ્મણ અને પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી હાજર રહેશે.
મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો પૈકી 163 બેઠકો પર ભાજપે જીત મેળવો છે. નોંધનીય છે કે રાજસ્થાનમાં આવતીકાલે ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે જેમાં મુખ્યમંત્રીનું નામ નક્કી થશે. છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે વિષ્ણુદેવ સાય 13 તારીખના રોજ શપથ ગ્રહણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત તમામ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ નેતાઓ સામેલ થઇ શકે છે
