જમ્મુ-કાશ્મીર માટે રૂ.1350 કરોડના આર્થિક પેકેજની જાહેરાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ ધપાવનાની દિશામાં શનિવારે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ રાજ્ય માટે 1350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત ઉપરાજ્યપાલે પ્રદેશમાં વિજળી - પાણીના બિલ પર એક વર્ષ સુધી 50 ટકા છુટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત પ્રદેશના વેપારીઓ અને વ્યવસાયિકોને 31 માર્ચ 2021 સુધી સ્ટેમ્પ ડ્યૂટી માંથી પણ છૂટ આપવામાં આવી છે.
આ અંગે મનોજ સિંહાએ જણાવ્યું હતું કે, પ્રદેશમાં પ્રર્યટન ક્ષેત્રમાં લોકોને નાણાકીય સહાય માટે જમ્મુ-કાશ્મીર બેંક દ્વારા કસ્ટમ હેલ્થ -ટૂરિઝમ યોજનાની પણ સ્થાપના કરવામાં આવશે. જેનાથી ધંધા રોજગારને વેગ મળશે.
