જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે બહાર પડાયું જાહેરનામું, 3 તબક્કામાં મતદાન થશે
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નોટિફિકેશન અનુસાર, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર છે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 6 સપ્ટેમ્બરે કરવામાં આવશે.
25 સપ્ટેમ્બરે બીજા તબક્કાનું મતદાન
આ તબક્કામાં ગાંદરબલ, શ્રીનગર, બડગામ, રાજૌરી, પુંછ અને રિયાસી જિલ્લાની 26 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. ઉમેદવારે નામ પરત ખેંચવા હશે તો 9 સપ્ટેમ્બર સુધી ખેંચી શકાશે. 25 સપ્ટેમ્બરે મતદાન થશે.જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં થશે મતદાન
સીમાંકન બાદ એસેમ્બલી સેગમેન્ટની સંખ્યા 83થી વધારીને 90 કરવામાં આવી છે. 90 વિધાનસભા બેઠકો માટે 3 તબક્કામાં મતદાન થશે. 24, 26 અને 40 વિધાનસભા ક્ષેત્રમાં મતદાન થશે. 18, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. 4 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.પ્રથમ તબક્કા માટે 279માંથી 244 નામાંકન માન્ય છે
જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં 24 વિધાનસભા મતવિસ્તારોમાં 18 સપ્ટેમ્બરના રોજ યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન માટે નામાંકન પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. 279 ઉમેદવારોમાંથી 244 ઉમેદવારોના નામાંકન માન્ય રખાયા હતા. 35 ઉમેદવારોના નામાંકન પત્રો નામંજૂર કરાયા હતા. કાશ્મીર ખીણમાં 23 અને જમ્મુ વિભાગમાં 12 નામાંકન પત્રો નકારી કાઢવામાં આવ્યા હતા. ઉમેદવારો 30 તારીખે બપોરે 3 વાગ્યા પહેલાં સંબંધિત રિટર્નિંગ ઓફિસર્સની ઓફિસમાંથી ઉમેદવારો તેમના નામાંકન પરત ખેંચી શકશે.