જમ્મુ-કાશ્મીર: શ્રીનગરમાં ત્રણ આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરના બટમાલુ વિસ્તારમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે ચાર કલાક પહેલાં શ્રીનગરના બટમાલુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઇ હતી. સીઆરપીએફ અને કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા થયેલી કાર્યવાહીમાં ત્રણેય આતંકવાદી ઠાર મરાયા હતા. વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે
