ભારત કોરોના અપડેટ: 97,894 નવા કેસ નોંધાયા, ટેસ્ટિંગમાં સતત વધારો
Live TV
-
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 97,894 નવા કેસ નોંધાયા છે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 1132 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા...આ સાથે જ દેશમાં કુલ મૃત્યુઆંક 83,198 દર્દીઓના મૃત્યુ થયા છે...દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 51 લાખ 18 હજારને પાર પહોંચ્યો છે...દેશમાં 24 કલાકમાં દેશભરમાંથી 82,719 દર્દીઓ સાજા થયા..આ સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ 40 લાખ 25 હજારથી વધારે દર્દીઓ કોરોના સામેની જંગ જીતી ચૂક્યા છે...દેશમાં હાલ 10 લાખ 9 હજારથી વધારે કેસ સક્રિય છે...ગઇકાલે દેશમાં કોરોનાના 11.36 લાખથી વધારે કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ થયું...આ સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ 6 કરોડ 5 લાખથી વધારે કોરોના સેમ્પલનું કુલ ટેસ્ટિંગ થઇ ચૂક્યું છે...
