શુભેચ્છકે પીપળાના પાનમાં મોદીજીની પ્રતિકૃતિ કોતરી, PMએ રિટ્વિટ કર્યું
Live TV
-
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસના પ્રસંગને સેવા સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રીને વિદેશના નેતાઓની સાથે સાથે દેશના અન્ય પક્ષના નેતાઓ અને સાથે સાથે તેમના શુભેચ્છકો પણ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. પ્રધાનમંત્રીના એક ફેન્સે ટ્વિટર પર જન્મદિવસની શુભેચ્છા પાઠવતો એક વીડિયો શેર કર્યો છે, જેને ખુદ પ્રધાનમંત્રીએ પણ રિટ્વિટ કર્યો છે.
આ યુઝરે પીપળાના પાનમાં પ્રધાનમંત્રીના ચહેરાની પ્રતિકૃતિ બનાવી છે, જે સ્પષ્ટપણે દેખાય છે. પ્રધાનમંત્રીએ 'ઈનોવેટિવ' કહી આ વીડિયો રિટ્વિટ કર્યો છે.
