Skip to main content
Settings Settings for Dark

'સેવા સપ્તાહ' તરીકે PM મોદીના જન્મદિનની ઉજવણી, ભાજપે અનેક સેવાકાર્યો કર્યાં

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. દેશભરમાં વિવિધ કાર્યક્રમના આયોજન સાથે જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. દિલ્હીમાં ભાજપના સાંસદ અરૂણસિંહે એક સાઇકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી નેશનલ સ્ટેડિયમથી પ્રધાનમંત્રી નિવાસસ્થાન સુધી પહોંચી હતી.

    મોદી માસ્ક ધારણ કરીને ફીટ ઇન્ડિયાની થીમ સાથે સાઇકલ સવારો રેલીમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને દેશભરમાં સેવા સપ્તાહના રૂપમાં મનાવી રહી છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ લોર્ડ ઓફ રેકોર્ડસ નામના નરેન્દ્ર મોદી પરના પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું.

    ઉત્તર પ્રદેશના નોઇડા નજીકના એક ગામે વૃક્ષારોપણ કરીને આ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. પક્ષના નેતા અને કાર્યકર્તા આ સમગ્ર સપ્તાહ દરમિયાન રક્તદાન, દિવ્યાંગોને ઉપકરણ વિતરણ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોમાં ભાગ લઇ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપે દેશભરમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે. વિવિધ સ્થાને યોજાનારા કાર્યક્રમોમાં કેન્દ્રીય મંત્રીઓ પણ ભાગ લેશે.

    રાજ્યોમાં પણ ભાજપ યુવા મોરચાના નેતા સેવા સપ્તાહ અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે સાંજે સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સભાને સંબોધિત કરશે અને લાભાર્થીઓને પલ્સ ઓક્સિમીટર્સ, દિવ્યાંગોને ટ્રાઇસાયકલ તેમ જ અન્ય ઉપકરણોનું વિતરણ પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply