પ્રધાનમંત્રીએ લોકસભામાં કૃષિ સુધારા વિધેયક પસાર થવા બદલ ખુશી વ્યક્ત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં કૃષિ સુધારા સંબંધી વિધેયક પસાર થવાની બાબત દેશના ખેડૂતો માટે મહત્વની ઘડી હોવાનું જણાવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે લોકસભામાં ઐતિહાસિક વિધેયકો પસાર થવાની ઘટના દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે મહત્વની પળ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ વિધેયક ખેડૂતોને વચેટિયા અને બાકીના તમામ અવરોધોથી સાચા અર્થમાં મુક્ત કરશે. કૃષિ સુધારથી ખેડૂતને પોતાની ઉપજ વેચવાની નવી તકો ઉપલબ્ધ થતાં તેમનો નફો વધશે. કૃષિ ક્ષેત્રને આધુનિક ટેકનોલોજીનો લાભ મળશે અને અન્નદાતા સશક્ત થશે. પ્રધાનમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું કે એમએસપી અને સરકારી ખરીદીની વ્યવસ્થા યથાવત ચાલુ રહેશે. આ વિધેયક ખેડૂતોને અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ કરાવીને તેમને સશક્ત કરવાની નેમ ધરાવે છે.
