PMએ કોસી મહાસેતુની સાથે 12 રેલવે પ્રોજેક્ટની બિહારને આપી ભેટ
Live TV
-
ભારત, નેપાળ સીમાની સાથે બનેલા રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ કોસી મહાસેતુના ઉદ્ધાટનની સાથે જ રાજ્યના લોકોની 86 વર્ષની લાંબી પ્રતિક્ષાનો આવ્યો અંત.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગની મદદથી બિહારમાં કોસી રેલવે મહાસેતુ રાષ્ટ્રને આજે અર્પણ કર્યો. પ્રધાનમંત્રીએ તે ઉપરાંત અન્ય રેલવે પ્રોજેક્ટ્સની પણ રાજ્યને ભેટ આપી છે.
આ પરિયોજનાઓની મદદથી આ વિસ્તારમાં રેલવે નેટવર્ક મજબૂત થવાની સાથોસાથ પુર્વોત્તર પ્રદેશ સાથેનો સંપર્ક પણ સુગમ બનશે. કોસી રેલવે મહાસેતુ 1. 9 કિલોમીટર લાંબો છે. નિર્માણ માટે રૂપિયા 516 કરોડ ખર્ચ થયા છે.
કોવિડ મહામારી દરમિયાન આ પુલ નિર્માણની કામગારી પુરી કરવામાં આવી હતી. પ્રવાસી શ્રમિકોએ આ કામમાં શ્રમદાન કર્યું હતું. કોસી રેલવે મહાસેતુ રાષ્ટ્રને અર્પણ થતાં જ બિહારનું 86 વર્ષ જૂનું સપનું સાકાર થઇ ચુક્યુ છે.
બિહારને પ્રધાનમંત્રીએ અન્ય 12 રેલવે પ્રોજેક્ટ્સની ભેટ આપી છે તેમાં ક્યુલ નદી ઉપરના નવા રેલવે પુલ, બે નવી રેલવે લાઇન અને પાંચ વિદ્યુતીકરણ યોજનાનો સમાવેશ થાય છે. આ સમારંભને રેલ્વે મંત્રી પીયુશ ગોયેલે પણ સંબોધન કર્યું હતુ.
