Skip to main content
Settings Settings for Dark

સંસદનું ચોમાસુ સત્ર: લોકસભામાં કરવેરા અને અન્ય કાયદાઓમાં સુધારાથી સંબંધિત વિધેયકને રજૂ કરવામાં આવ્યું

Live TV

X
  • સંસદના ચોમાસુ સત્રનો ગઈકાલે પાંચમો દિવસ હતો. લોકસભામાં કૃષિ સુધારક વિધેયકો પસાર કરાતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને ઐતિહાસિક ગણાવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, હવે ખેડૂતોને વચેટીયાઓ અને અન્ય સમસ્યાઓથી છુટકારો મળશે. આ વિધેયક ખેડૂતો માટે રક્ષા કવચનું કામ કરશે. લોકસભામાં ગઈકાલે વિપક્ષના હોબાળા વચ્ચે સદનની કાર્યવાહી ચાર વખત સ્થગિત કરવામાં આવી હતી. લોકસભામાં કરવેરા અને અન્ય કાયદાઓમાં સુધારાથી સંબંધિત વિધેયકને રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચ રક-ઝક થઈ હતી. કોંગ્રેસના સભ્યોએ વિધેયક રજૂ કરવાનો વિરોધ કર્યો હતો. નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકોરે પી.એમ. કેયર્સ ફંડ પર કોંગ્રેસના સવાલનો જવાબ આપતાં કહ્યું કે, હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી તમામે તેને યોગ્ય ઠેરવ્યું છે. તો અનુરાગ ઠાકુરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર આપેલા નિવેદન પર કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. તો રાજ્યસભામાં ગઈકાલે ચાર બિલ પસાર કરવામાં આવ્યા છે. હોમિયોપથી સેન્ટ્રલ કાઉન્સિલ એમેન્ડમેન્ટ બીલ -2020 અને ઇન્ડિયન મેડિસીન સેન્ટ્રલ કાઉન્સિલ એમેન્ડમેન્ટ બીલ-2020 આ બંને વિધેયકો પર સંયુક્ત રીતે ચર્ચા કર્યા બાદ તેને પસાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આ બંને વિધયક પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. આ સિવાય રાજ્યસભામાં અન્ય બે મહત્વપૂર્ણ વિધેયક મંત્રીઓના ભથ્થાઓ સંબંધિત સંશોધન વિધેયક અને સંસદ સભ્ય પગાર ભથ્થું અને પેન્શન સુધારણા બિલ 2020 ને લગતા સુધારણા બિલ પર સંયુક્ત ચર્ચા કરી તેને પસાર કર્યું હતું. આ બિલના માધ્યમથી મંત્રીઓ અને સાંસદોનાં પગાર ભથ્થામાં અને પેંશનમાં એક એપ્રિલ 2020 થી એક વર્ષ માટે 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply