Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીર: સોપોરમાં આતંકીઓનો ગ્રેનેડ હુમલો

Live TV

X
  • બસ સ્ટેન્ડ પરિસર નજીક કરેલા હુમલામાં 19 લોકો ઈજાગ્રસ્ત

    જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો જેમાં 19 જેટલાં લોકો ઘાયલ થયા છે. જેમાંથી ગંભીર રીતે ઈજા પામેલાઓને શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાકીના ઈજાગ્રસ્તોની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે બસ સ્ટેન્ડ પરિસર નજીક આવેલી હોટલ પ્લાઝા પાસે ફરજમાં તૈનાત સુરક્ષાકર્મીની ગાડીને નિશાન બનાવીને આતંકીઓએ તેમની ઉપર ગ્રેનેડ ફેંક્યો હતો. પરંતુ નિશાન ચૂકી જવાથી આ ગ્રેનેડ ભીડભાડ વાળા વિસ્તારમાં પડ્યો, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. શનિવારે પણ શ્રીનગરના કરનનગર વિસ્તારમાં આતંકીઓએ સુરક્ષા ચેકપોસ્ટને નિશાન બનાવીને હુમલો કર્યો હતો આ હુમલામાં સી.આર.પી.એફ.ના 6 જવાન ઈજાગ્રસ્ત થયાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply