Skip to main content
Settings Settings for Dark

જળ સંચયમાં ગુજરાત પહેલા નંબરે, બીજા નંબરે મધ્યપ્રદેશ

Live TV

X
  • જીવનમાં જળના મહત્વને ધ્યાનમાં રાખીને આ દિશામાં કાર્ય કરતાં નીતિ આયોગે સમગ્ર જળ સંસાધન વ્યવસ્થાપન સૂચકાંક પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે.

    જીવનમાં જળના મહત્વને ધ્યાનમાં રાખીને આ દિશામાં કાર્ય કરતાં નીતિ આયોગે સમગ્ર જળ સંસાધન વ્યવસ્થાપન સૂચકાંક પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી નીતિન ગડકરીએ જારી કર્યો હતો. સમગ્ર જળ વ્યવસ્થાપન સૂચકાંક, જળ સંસાધનોના પ્રભાવી વ્યવસ્થાપનની કામગીરીના આકલન અને તેમાં સુધારો લાવવાનું એક મુખ્ય સાધન છે. આ જાહેર કરાયેલા રિપોર્ટમાં ગુજરાતને વર્ષ 2016-2017 માટે નંબર-1ની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે, ત્યારબાદ મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રનો નંબર આવે છે.

    પૂર્વોત્તર અને હિમાલયી રાજ્યોમાં 2016-2017 માટે ત્રિપુરાને પ્રથમ શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. આ સૂચકાંક નીતિ આયોગે તૈયાર કર્યો છે. તેમાં ભૂજળ, જળના સ્ત્રોતો, પુનઃસ્થાપના, સિંચાઇ, ખેતીની રીત, પીવાનું પાણી, નીતિ અને વ્યવસ્થાપન જેવા તમામ મુદ્દાઓના 28 એકમોની સાથે 9 વિસ્તૃત ક્ષેત્ર સામેલ છે. આ રિપોર્ટમાં તમામ રાજ્યોને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં પૂર્વોત્તર અને હિમાલયી રાજ્યો તથા અન્ય રાજ્યોનો સમાવેશ થાય છે.

    અન્ય રાજ્યોમાં ગુજરાત 76 અંક સાથે પ્રથમ ક્રમે આવ્યું છે. આ વર્ષે તો ખાસ સરકાર તરફથી જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના અંતર્ગત તળાવો ખોદવામાં આવી રહ્યા છે, તો ક્યાંક તળાવો ઉંડા કરવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply