જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષ દેશના પ્રથમ લોકપાલ બન્યા
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષની દેશના પ્રથમ લોકપાલ તરીકે નિમણુક કરી
જસ્ટિસ પિનાકીચંદ્ર ઘોષ દેશના પ્રથમ લોકપાલ બન્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષની દેશના પ્રથમ લોકપાલ તરીકે નિમણુક કરી છે. લોકપાલની કમિટીમાં આઠ સભ્યો છે. જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ આ સમિતિના અધ્યક્ષ હશે. રાષ્ટ્રપતિએ જસ્ટિસ દિલીપ બી. ભોંસલે, જસ્ટિસ પી.કે. મોહન્તી, જસ્ટિસ અભિલાષા કુમારી, અને જસ્ટિસ એ.કે.ત્રિપાઠીની , ન્યાયિક સભ્યો તરીકેની નિમણુકોને મંજૂરી આપી છે.
