જાણો, કેવી રીતે વધારી શકાય રોગપ્રતિકારક શક્તિ | આયુષ મંત્રાલયે સૂચવ્યા અસરકારક ઉપાયો
Live TV
-
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં આયુષ મંત્રાલયે સૂચવેલા પગલાંઑ વડે રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને દેશવ્યાપી લોકડાઉન અવધિ 3 મે સુધી લંબાવી છે. તેમણે પોતાના સંબોધનમાં આયુષ મંત્રાલયે સૂચવેલા પગલાંઑ વડે રોગપ્રતિકારક શક્તિ વધારવાની વાત કરી. આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્દારા ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા નીચે મુજબ વ્યકિતગત સંભાળ માટેની માર્ગદર્શિકા સૂચવેલ છે.
સામાન્ય પગાલઓ-
- દિવસભર ગરમ પાણી પીવું.
- આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે)
- હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવોરોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં-
સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ સુગર ફ્રી ચ્યાવનપ્રાશ લેવો જોઈએ)
હર્બલ ટી/ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા / ઉકાળો પીવો- દિવસમાં એક કે બે વાર, ગોળ અને અથવા તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય
ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં -દિવસમાં એક કે બે વાર.સરળ આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ-
Nasya – બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી લગાવો- સવાર અને સાંજ
કોગળા કરવા- ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંઢામાં લઈ ૨ થી ૩ મિનિટ રાખવું અને પછી કાઢી નાંખી (પીવુ નહી) પછી ત્યારબાદ ગરમપાણીના કોગળા કરવા- દિવસમાં એક કે બે વાર કરી શકાય.સુકી ઉધરસ / ગળામાં બળતરા થતી હોય ત્યારે-
તાજા ફુદીના ના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો
લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે
ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત.
આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો ડોકટરોની સલાહ લેવી શ્રેષ્ઠ છેઉપરના પગલાં વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર અનુસરી શકે છે.
નોંધઃ- ઉપરોક્ત પગલા (માર્ગદર્શિકા) કોરાના (COVID 19)ની સારવાર હોવાનો દાવો કરતું નથી. આ પગલાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે
