જાણો... કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2024 માટે કયા રાજ્યમાં ઉમેદવારી નોંધાવી ?
Live TV
-
કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી લડવા માટે આજે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ આ વખતે પણ કેરલના વાયનાડથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
ઉમેદવારી નોંધાવતા પહેલા રાહુલ ગાંધીએ વાયનાડમાં રોડ શો કર્યો હતો. રાહુલ ગાંધીના રોડ શોમાં તેમના બહેન પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ નેતાઓ પણ જોવા મળ્યા હતા. વાયનાડ લોકસભા બેઠક પર રાહુલ ગાંધી સામે CPI ઉમેદવાર એની રાજા અને ભાજપ ઉમેદવાર સુરેન્દ્રન ચૂંટણી મેદાનમાં છે.
CPI ઉમેદવાર એની રાજાએ પણ ઉમેદવારી નોંધાવી છે. કેરળમાં 26 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન થશે. જ્યારે 4 જૂને પરિણામ આવશે. આ તરફ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ગોંડામાં કોંગ્રેસના ગેરંટી કાર્ડનું વિતરણ કરીને લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે.