Skip to main content
Settings Settings for Dark

બાબા વિશ્વનાથ ધામમાં માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ, ભક્તોની ભારે ભીડ ઉમટી હતી

Live TV

X
  • માર્ચ 2024 માં બેંક અને ઓનલાઈન માધ્યમ દ્વારા 7,13, 88,213 રૂપિયાનું દાન કરવામાં આવ્યું

    ભવ્ય અને વિસ્તૃત કાશી વિશ્વનાથ દરબારમાં આવતા વિક્રમજનક સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે મંદિરની આવકમાં સતત રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે માર્ચ મહિનામાં ભક્તોએ બાબાની હુંડીમાં 3 કરોડથી વધારે રૂપિયાનું દાન કર્યું છે.  

    મંદિર પ્રશાસન અનુસાર, વર્ષ 2023 માટે આ આંકડો 2 કરોડથી વધારે હતો. આ વર્ષે માર્ચ 2024 માં બેંક અને ઓનલાઈન માધ્યમ દ્વારા 7,13, 88,213 રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. માર્ચ 2023 માં 3,90,38,180 રૂપિયાનું દાન મળ્યું હતું. જુલાઈ 2023 માં 5, 20,40,905 રૂપિયાનું દાન મળ્યું હતું. માર્ચ 2024 નો મહિનો ધામનો સર્વકાલીન સૌથી વધુ આવક ધરાવતો મહિનો હતો.

    ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં શ્રી કાશી વિશ્વનાથ ધામમાં ભક્તોના આગમનનો રેકોર્ડ બન્યો હતો. માર્ચના છેલ્લા દિવસે 31 માર્ચે 6,36,975 ભક્તો દરીયણ પૂજા માટે મંદિર પહોંચ્યા હતા. માર્ચના 31 દિવસમાં 95,63,432 ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. શ્રી કાશી વિશ્વનાથ ધામના નવા અને ભવ્ય સંરચનાના ઉદ્ઘાટન બાદથી ભક્તોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply