Skip to main content
Settings Settings for Dark

જાણો રાષ્ટ્રીય ખેડૂત દિવસ શું કામ ઉજવવામાં આવે છે, શું છે આ દિવસનું મહત્વ !

Live TV

X
  • પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે

    23 ડિસેમ્બરે ભારતના પાંચમા પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિની યાદમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે. તેઓ ખેડૂત-મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું હતુ. અને તેમણે 28 જુલાઈ 1979 થી 14 જાન્યુઆરી 1980 સુધી દેશના પાંચમા પ્રધાનમંત્રી તરીકે દેશને સેવા કરી હતી. તેમણે નાના અને સીમાંત ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની યાદમાં સમર્પિત એક સ્મારક રાજઘાટ પર બનાવવામાં આવ્યું હતું અને તેને 'કિસાન ઘાટ' કહેવામાં આવે છે.ભારત સરકારે વર્ષ 2001માં ચૌધરી ચરણ સિંહના સન્માનમા દર વર્ષે 23 ડિસેમ્બરના દિવસે ખેડૂત દિવસના રૂપમા ઉજવવાનો નિર્ણય લીધો હતો.

    ખેડૂત દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે, આ કૃષિ ક્ષેત્રની નવીન શીખની સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર આપે છે. કિસાન દિવસ સમારોહ લોકોને ખેડૂતોની સામે આવનારા વિભિન્ન મુદ્દાને વિશે શિક્ષિત કરવાનુ કામ કરે છે. આજના ખેડૂત દિવસે કેટલાક મહાનુભાવોએ ટ્વિટ કરી ખેડૂતોને ખેડૂત દિવસની શુભકામનાઓ પાઠવી સાથે જ ચૌધરી ચરણ સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી છે. દેશના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ખેડૂતોને "જય જવાન જય કિસાન"નો નારો આપ્યો હતો. 

    સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ત્યારે ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ગુજરાતના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે તે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના માધ્યમ દ્વારા મેળવે તે અગત્યનો હેતુ છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પીએમ કુસુમ યોજના જેવી કેટલીક ખેડૂતલક્ષી યોજનાઓ શરુ કરી ખેડૂતોને તેનો લાભ મળે તે માટે સરકાર કામ કરી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
apply