ભારતમાં 60 ટકાથી વધુ વસ્તીનું સંપૂર્ણ રસીકરણ પૂરું થયું
Live TV
-
દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં રસીના 139 કરોડ 70 લાખ ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં જનભાગીદારી અને આરોગ્ય કર્મચારીઓના સમર્પિત પ્રયાસોથી 60 ટકાથી વધુ વસ્તીનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે. એક ટ્વીટમાં, કેન્દ્રીય આરોગ્યમંત્રી, મનસુખ માંડવિયાએ આમ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, દેશમાં 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કુલ 236 કેસ નોંધાયા છે. આ કુલ કેસોમાંથી 104 દર્દીઓ સાજા થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 65 કેસ નોંધાયા છે.
દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં રસીના 139 કરોડ 70 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં લાભાર્થીઓને 70 લાખ 17 હજારથી વધુ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 6 હજાર 960 કોવિડ દર્દીઓ સ્વસ્થ થયા છે અને સાજા થવાનો દર 98.40 ટકા થયો છે.