Skip to main content
Settings Settings for Dark

જાણો સર્વોચ્ચ અદાલતે અનુસૂચિત જાતિ અનુસુચિત જનજાતિના કર્મચારીઓને બઢતીમાં અનામત મામલે શું આપ્યો નિર્ણય

Live TV

X
  • સર્વોચ્ચ અદાલતે આજે નિર્ણય આપતા જણાવ્યું કે, અનુસૂચિત જાતિ અનુસુચિત જનજાતિના કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા બાબતે 2006ના ન્યાયાલયના નિર્ણયને સાત ન્યાયાધીશોની ખંડપીઠને મોકલવાની જરૂર નથી

    સર્વોચ્ચ અદાલતે આજે નિર્ણય આપતા જણાવ્યું કે, અનુસૂચિત જાતિ અનુસુચિત જનજાતિના કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા બાબતે 2006ના ન્યાયાલયના નિર્ણયને સાત ન્યાયાધીશોની ખંડપીઠને મોકલવાની જરૂર નથી. સર્વોચ્ચ અદાલતે કેન્દ્રની એ અરજીને પણ રદ કરી હતી કે, જેમાં અનામતનો લાભ આપવામાં અનૂસૂચિત જાતિ - અનૂસૂચિત જનજાતિની કુલ વસતી પર વિચારણા કરવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે, એસ. સી., એસ. ટી. કર્મચારીઓની બઢતીમાં અનામત આપવા માટે રાજ્યના એસ. સી., એસ. ટી. ના પછાતપણા સંબંધી આંકડા એકઠા કરવાની જરૂર નથી. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એ અરજી પર આવ્યો છે જેમાં 2006ના એમ. નાગરાજના કેસના નિર્ણય પર પુનઃ વિચાર કરવા માટે સાત ન્યાયાધીશોની ખંડપીઠને મોકલવાની માંગ કરવામાં આવી હતી. આ નિર્ણયમાં એસ. સી., એસ. ટી, ને બઢતીમાં અનામત આપવાની શરતો નક્કી કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply