સુપ્રીમ કોર્ટની 3 જજોની બેઠકે અદાલતની સુનાવણીના લાઇવ પ્રસારણને મંજૂરી આપી
Live TV
-
રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ માટે અદાલતની કાર્યવાહીને સીધુ પ્રસારણને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે.
રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ માટે અદાલતની કાર્યવાહીને સીધુ પ્રસારણને સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે. કોર્ટે કહ્યું છે કે તેનાથી પારદર્શિતા વધશે. જોકે સંવેદનશીલ મુદ્દાઓ જેનાં સમાજમાં રોષ પેદાથાય તેવા મુદ્દાઓનું લાઇવ પ્રસારણ કરવામાં નહીં આવે. સુપ્રીમ કોર્ટની 3 જજોની બેઠકે અદાલતની સુનાવણીના લાઇવ પ્રસારણને મંજૂરી આપી છે. સાથે જ સુપ્રિમ કોર્ટે બંધારણના અનુચ્છેદ 145 હેઠળ સીધા પ્રસાહણ અંગે નિયમો અને કાનૂન બનાવવા કહ્યું છે. પ્રધાન ન્યાયાધીશ દિપક મિશ્રાના વડપણ હેઠળની ત્રણ જજોની બેચમાં જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ સામેલ હતા. તેમણે જણાવ્યું કે ભારતમાં કોર્ટ બધા માટે ખુલ્લું રાખવાની વ્યવસ્થા છે. તે માટે લોકોએ કોર્ટ આવવાની જરૂર નથી.
